પુરસ્કારો:
'સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર એવોર્ડ' એ ડિજિટલ સાહિત્ય અને પ્રકાશન ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ છે, જ્યાં આપણે સાહિત્યિક વિશ્વના કેટલાક સૌથી પ્રતિભાશાળી અને કલ્પનાશીલ લેખકોની અવિશ્વસનીય સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ. આ લેખકોએ તેમના પ્રભાવશાળી શબ્દોથી વાચકોને મોહિત કર્યા છે, અને તેમની રચનાઓ દ્વારા સાહિત્યજગતમાં પર અમીટ છાપ છોડી દીધી છે.
સ્ટોરીમિરરનો ઉદ્દેશ વધુમાં વધુ લોકો લખવા માટે અને તેમની સિદ્ધિઓ પર ગર્વ લેવા માટે પ્રેરિત થાય તેવા આશયથી આવી પ્રતિભાને શોધવાનો અને સન્માનિત કરવાનો છે.
ખુબ આનંદ સાથે અમે “સ્ટોરીમિરર ઓથરઓફ ધ યર – 2022” પાંચમી આવૃત્તિ રજુ કરતાં ગર્વ અનુભવીએ છીએ.
અને એટલુજ નહિ ! અહીં સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર 2022 ના વિજેતાઓને પસંદ કરવામાં આવશે અને તેમના સન્માનમાં એક ભવ્ય સમારોહ યોજવામાં આવશે. જે આ પુરસ્કારના ઉત્સાહને વધુ રંગીન બનાવશે. (નિયમ અને શરતો લાગુ)
પુરસ્કાર વિભાગ :
આ પુરસ્કાર 10 અલગ-અલગ ભાષાઓમાં બે વિભાગમાં આપવામાં આવશે.
ઓથર ઓફ ધ યર - 2022 (વાચકોની પસંદ) : આ વિભાગ માટે લેખકોને ઓથર ઓફ ધ વીકના વિજેતાઓ, સ્ટોરીમિરર દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓ અને વર્ષ દરમિયાન ઉત્તમ લેખન કૌશલ્યો દર્શાવનારા કેટલાક અન્ય લેખકોમાંથી પસંદ કરવામાં આવે છે. એકંદરે, સ્ટોરીમિરર પર લખનારા કુલ લેખકોમાંથી 2% કરતા પણ ઓછા લેખકો અહીં નામાંકિત થયા છે. જે વિજેતાઓને મળેલી તાળીઓની (clap) સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે..
ઓથર ઓફ ધ યર - 2022 (સંપાદક પસંદ) : આ શ્રેણી માટે એવા લેખકો નામાંકિત કરવામાં આવે છે જેમણે સમગ્ર વર્ષ દરમ્યાન સ્ટોરીમિરર પર સતત અસાધારણ લેખનકાર્ય પ્રકાશિત કર્યું છે. વિજેતાઓની પસંદગી શ્રી બિભુ દત્ત રાઉત (CEO - સ્ટોરીમિરર) અને શ્રીમતી દિવ્યા મીરચંદાની (મુખ્ય સંપાદક - સ્ટોરીમિરર) ની સ્ટોરીમિરર એડિટોરિયલ ટીમનો સમાવેશ કરતી જ્યુરી દ્વારા કરવામાં આવે છે.
જે લેખકોએ 01 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2022 દરમ્યાન પોતાનું લેખનકાર્ય સ્ટોરીમિરર પર પ્રકાશિત કર્યું છે. તેવા લેખકો 2022 માટેના લેખકો ગણાશે.
ઈનામ :
વિજેતાઓને નીચે મુજબના ઈનામો આપવામાં આવશે:
- તમામ દસ ભાષામાં એક શ્રેષ્ઠ વિજેતાને મળશે વિજેતા ઓથર ઓફ ધ યર 2022 ટ્રોફી અને પ્રમાણપત્ર (રીડર ચોઈસ અને સંપાદક ચોઈસ)
- તમામ દસ ભાષામાં પ્રથમ રનરઅપ વિજેતાને મળશે પ્રથમ રનરઅપ ઓથર ઓફ ધ યર 2022 ટ્રોફી અને પ્રમાણપત્ર (રીડર ચોઈસ અને સંપાદક ચોઈસ)
- તમામ દસ ભાષામાં દ્વિતીય રનરઅપ વિજેતાને મળશે દ્વિતીય રનરઅપ ઓથર ઓફ ધ યર 2022 ટ્રોફી અને પ્રમાણપત્ર (રીડર ચોઈસ અને સંપાદક ચોઈસ)
- દરેક ભાષામાં એ પછીના શ્રેષ્ઠ 5 વિજેતાઓને સ્ટોરીમિરર તરફથી પોતાની ઈ-બુક ફ્રીમાં પ્રકાશિત કરવાની તક આપવામાં આવશે. (રીડર ચોઈસ અને સંપાદક ચોઈસ).
- શ્રેષ્ઠ 10 વિજેતાઓ (રીડર ચોઈસ અને એડિટર ચોઈસ) ને સ્ટોરીમિરર તરફથી મફત પુસ્તક, હાર્ડકોપી પ્રમાણપત્ર અને સ્ટોરીમિરર દ્વારા પુસ્તક પ્રકાશનના પેકેજમાં 40% વળતર આપવામાં આવશે. લઘુતમ પાત્રતા પુરી કરવાની શરતે.
- જે લેખક 100 કરતાં વધારે ક્લેપ મેળવશે તેને સ્ટોરીમિરર પરથી પુસ્તક ખરીદીમાં 500/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.
- જે લેખક 50 કરતાં વધારે ક્લેપ મેળવશે તેને સ્ટોરીમિરર પરથી પુસ્તક ખરીદીમાં 250/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.
- નામાંકિત થનાર દરેક લેખકને સ્ટોરીમિરર પરથી પુસ્તક ખરીદીમાં 149/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર અને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. આપવામાં આવશે.
બમ્પર ઈનામ :
સૌથી વધુ વોટ (Clap) મેળવનાર કોઈ એક લેખક સ્ટોરીમિરર થકી પોતાનું ભૌતિક પુસ્તક છપાવવાને પાત્ર થશે.
અઠવાડિક વિજેતાઓ :
દરેક ભાષાઓમાં દર અઠવાડિયે વધુમાં વધુ વોટ (clap) મેળવનારા શ્રેષ્ઠ ત્રણ લેખકોને સ્ટોરીમિરર તરફથી રૂ.300ની કિંમતના પુસ્તકો મફતમાં મળશે. અઠવાડિયાની ગણતરી તારીખ 1-7 જાન્યુઆરી, 8-14 જાન્યુઆરી, 15-21 જાન્યુઆરી અને 22-28 જાન્યુઆરી મુજબ રહેશે..
વિશિષ્ટ પુરસ્કારો:
નીચેના દરેક વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવશે:
- વર્ષના સૌથી સુસંગત લેખક - 2022 (જાન્યુઆરી-ડિસેમ્બર)ના દર મહિને મહત્તમ સાહિત્ય (વાર્તા, કવિતા અને ઑડિઓ) સબમિટ કરનાર લેખક
- વર્ષનો મોસ્ટ પ્રોલિફિક રાઈટર - વર્ષ 2022 દરમિયાન મહત્તમ સામગ્રી (વાર્તા, કવિતા અને ઓડિયો) સબમિટ કરનાર લેખક
- વર્ષનો શ્રેષ્ઠ કવિ - વર્ષ 2022 દરમિયાન પ્રકાશિત ઓછામાં ઓછી 25 કવિતાઓ થકી, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી તમામ કવિતાઓ પર સૌથી વધુ સરેરાશ સંપાદકીય સ્કોર મેળવનાર કવિ
- વર્ષનો શ્રેષ્ઠ વાર્તા લેખક - વર્ષ 2022 દરમિયાન પ્રકાશિત ઓછામાં ઓછી 15 વાર્તાઓ થકી, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલ તમામ વાર્તાઓ પર સૌથી વધુ સરેરાશ સંપાદકીય સ્કોર મેળવનાર લેખક.
- નેરેટર ઓફ ધ યર - વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલ ઓછામાં ઓછી 5 ઓડિયો સામગ્રી થકી, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલ તમામ ઓડિયો સામગ્રીઓ પર સૌથી વધુ સરેરાશ સંપાદકીય સ્કોર્સ મેળવનાર નેરેટર
- ક્વોટર ઓફ ધ યર - ક્વોટર જેણે વર્ષ દરમિયાન વધુમાં વધુ ક્વોટ્સ પ્રકાશિત કર્યા હોય, વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 100 અવતરણો પ્રકાશિત કર્યા હોય અને એડિટોરિયલ ટીમ દ્વારા પસંદ કરવામાં આવ્યા હોય.
- વર્ષનો ઉભરતો લેખક - વર્ષ 2022 માં જ સ્ટોરીમિરર પર લખવાનું શરૂ કરનાર અને વર્ષ દરમિયાન પ્રકાશિત ઓછામાં ઓછી 25 સામગ્રીને આધિન સૌથી વધુ સરેરાશ સંપાદકીય સ્કોર મેળવનાર લેખક.
નિયમ અને શરતો :
- વધુ વોટ મેળવવા માટે અયોગ્ય પદ્ધતિઓ અપનાવવા બદલ દોષિત ઠરેલા નામાંકિતોને વધુ વોટ મળવા છતાં ગેરલાયક ઠેરવવામાં આવશે. જેમાં વોટ મેળવવા માટે નકલી આઈડી, ટેમ્પરરી મેઈલ આઈડી વગેરેનો સમાવેશ થાય છે. સ્ટોરીમિરર નિયમિત રીતે તમામ વોટની સમીક્ષા કરશે અને આવી ગેરરીતિથી મેળવેલા વોટ રદ બાતલ ગણાશે, કેમકે સ્ટોરીમિરર આવા લેખકોને ક્યારેય પ્રોત્સાહન આપતું નથી.
- ઈ-બુક / પેપરબેક પુસ્તક પ્રકાશન બાબતે લેખકનું લખાણ સ્ટોરીમિરર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અને માપદંડોને અનુરૂપ હોવું જોઈએ.
- દરેક બાબતે સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સૌને બંધનકર્તા રહેશે.
- સ્ટોરીમિરર દ્વારા પોતાની વિવેકબુદ્ધિથી પુરસ્કાર વિતરણ સમારોહ આયોજિત કરવાનો હક અબાધિત રહેશે.